Monday, March 9, 2020
Monday, March 2, 2020
Birju maharaj
નામ : સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર: 30
વિષય: શિક્ષણમાં નાટ્ય અને કલા
માર્ગદર્શકશ્રી: પ્રોફેસર અંકિત ભાઈ જોશી
પ્રવૃત્તિ : બીરજુ મહારાજ નો અહેવાલ
તારીખ 4 ફેબ્રુઆરી 2020 ના રોજ બીરજુ મહારાજના જન્મદિન નિમિત્તે અને epc બેની પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ગ્રુપની તાલીમાર્થી બહેનોએ નાટક દ્વારા ppt presentation કરવામાં આવ્યું હતું.
આ ગ્રુપમાં ભાગ લેનાર બહેનો માં નિકિતા બેન, ગીતાબેન ,ખુશ્બુબેન ,અવનીબેન ,ભાવનાબેન તથા નમ્રતાબેન હતા દરેક સભ્યો દ્વારા બિરજુ મહારાજ ના જીવન ચરિત્ર ને ધ્યાનમાં રાખી પાત્ર ભજવવામાં આવ્યા હતા.
બિરજુ મહારાજ ના જીવન ચરિત્ર અંગેના નાટકમાં મુખ્યત્વે તેમનો જન્મ ,કારકિર્દી તેમજ રસ રુચિ અને જીવનમાં આવેલા સંકટો અને સંકટનો સામનો દર્શાવવામાં આવ્યા હતા. બિરજુ મહારાજની મહત્વની સિદ્ધિ ઓ જેવી કે પદ્મવિભૂષણ ,કોરિયોગ્રાફી ક્ષેત્રે મેળવેલ નામના તેમજ નૃત્ય માં ઉચ્ચ સિદ્ધિઓ ની રજૂઆત કરવામાં આવી હતી.
આમ બીજું મહારાજના જીવન ચરિત્ર ને ધ્યાનમાં રાખી નાટક દ્વારા ppt presentation કરવામાં આવેલું હતું .
કલા અને નાટ્યકલાના માનવ જીવનમાં મહત્વ દર્શાવતું અહેવાલ
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન
નામ :- સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર:- 30
વિષય:- શિક્ષણમાં નાટ્ય અને કલા
માર્ગદર્શક શ્રી:- પ્રોફેસર અંકિત ભાઈ જોશી
પ્રવૃત્તિ:- કલા અને નાટ્યકલાના નું માનવ જીવનમાં મહત્વ અંગેનું અહેવાલ
શિક્ષણમાં નાટ્ય અને કલા વિષયમાં કલા અને નાટ્યકલાના માનવ જીવનમાં મહત્વ અંગે અલગ અલગ જૂથો દ્વારા અલગ-અલગ માહિતી એકત્રિત કરવામાં આવેલ હતી.જેમાં કુલ છ જૂથો બનાવવામાં આવેલા હતા. આ છ જૂથોમાં પ્રથમ જૂથ કલા અને જીવન, બીજું જૂથ કલા અને સમાજ,ત્રીજું જૂથ કલા અને ધર્મ, ચોથું જૂથ કલા અને સંસ્કૃતિ,પાંચમું જૂથ કલા અને અર્થ જ્યારે છઠ્ઠું જૂથ નાટ્ય અને કલા દ્વારા સૌંદર્યત્મકતા નો વિકાસ આ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
અમારા જુથને કલા અને ધર્મ નુ મહત્વ ની માહિતી એકત્રિત કરવાની હતી. અમારા ગ્રુપમાં કુલ સાત સભ્યો હતા.જેમા નિકિતાબેેન,અનિતાબેન,ભાવનાબેન, ક્રિષ્નાબેન,મિરલબેન,જ્યોતિબેન તથા મનિષાબેન નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારા જુથના નેતા તરીકે ભૂમિકા ભજવનાર ક્રિષ્નાબેન હતા. અમે બધાએ કલા અને ધર્મનું માનવ જીવનમાં શું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી એકત્રિત કરી જે નીચે મુજબ છે:
ધર્મ કહે છે,"धर्मेण हीन: पशुभि: समाना:।"( ધર્મ વિના ના માણસો પશુ સમાન છે.)
કાવ્ય શાસ્ત્ર કહે છે,"साहित्य संगीत कला विहिन: साक्षत्पशु: पुच्छ विषाणहीन:।" ( સાહિત્ય સંગીત કલા વગરનો માણસ એ પૂછડા અને શીંગડા વગરનું સાક્ષાત પર શું છે)
ધર્મ અને કળા બને માણસને સાચો માનવ બનાવે છે.બંને જીવનનો બોધ આપે છે. જીવનનું સત્ય સમજાવે છે. મનુષ્યને અંતે ધર્મથી મોક્ષ કે પ્રમાનંદ મળે છે. જે કળાનું પણ પરમ પ્રયોજન છે. ધર્મ અને કાળા બને સત્યમ શિવમ સુન્દરમ અને સત્ ચિત્ આનંદ ના પરમતત્વનું સ્વીકાર કરે છે. કલાના સ્વરૂપ જેમકે સંગીત નાટક શિલ્પ અને સ્થાપત્ય સાહિત્ય કૃત્ય અને ચિત્ર બધાની જ અભિવ્યક્તિ ધર્મક્ષેત્રે જોવા મળે છે.વ્યક્તિ ભજનો ગાઈને ઈશ્વર પાસે યાચના કરે છે, અથવા પોતાની ભક્તિભાવના રજૂ કરે છે.મૂર્તિઓ કંડારી ઈશ્વરના સ્વરૂપની કલ્પના કરો તેનું પૂજન કરે છે.નાટક અને નૃત્ય દ્વારા પણ ઇશ્વર પ્રત્યેની સમર્પિત હતા ને વાચા આપે છે અને સાહિત્ય અને ચિત્રો દ્વારા મનના ભાવોને રૂપ આપે છે.
કલા અને ધર્મનો ઐતિહાસિક સંબંધ
પૌરાણિક કલા સ્વરુપ એ ધર્મની અભિવ્યક્તિ રૂપ હતું. ઋગ્વેદ ગીતા ઉપનિષદ રામાયણ મહાભારત ભાગવત બાઈબલ કુરાન ધાર્મિક કાર્યો છે. ધર્મ શાળા નો વિષય હતો. જુદા જુદા સંપ્રદાયો પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર કરવા કલાના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરે છે.કલા દ્વારા સર્જકની ધાર્મિક ચેતના આપોઆપ પ્રગટ થાય છે. કોઇ સંપ્રદાય ધર્મ નહીં માનવ ધર્મ કે માનવતાવાદ પ્રગટે છે ત્યારે કલાની વૈશ્વિક તા જળવાય છે.
કલા દ્વારા જુદા જુદા ધાર્મિક મૂલ્યોનું સિંચન તેમજ પ્રચાર પ્રસાર થયો છે. આજે પણ આપણી ધાર્મિક ભાવનાઓ રજૂ કરવાનું માધ્યમ છે. અને કલાના નવા નવા અવિષ્કાર અને સર્જનનું માધ્યમ ધર્મ છે.
આમ, અમારા જૂથે કલા અને ધર્મ પર જે માહિતી એકત્રિત કરેલ હતી એ માહિતીનું વર્ગખંડ સમક્ષ અહેવાલ ના ભાગરૂપે તેનું વાંચન કરવામાં આવ્યું અને દરેકને આ માહિતી પહોંચાડવામાં આવી.
Subscribe to:
Comments (Atom)