Sunday, October 11, 2020

કૃષ્ણાયન

    
પુસ્તક પ્રાપ્તિની વિગત
પ્રકાશક = નવભારત સાહિત્ય મંદિર 
પૃષ્ઠ સંખ્યા = ૨૪૧ 
મૂલ્ય = ૨૭૫ રૂ . 
પુસ્તક , પ્રથમ આવૃત્તિ પછી કુલ પાંચ વાર પુનર્મુદ્રિત થઈ ચૂક્યું 


“ કૃષ્ણાયન ” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે . એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની , લાગણીઓની અને ઝંખનાઓની વાત છે . કૃષ્ણાયનનો અર્થ કૃષ્ણ તરફ વિવિધ પાત્રોના વલણની વાત તો કહે જ છે , પરંતુ એથી વધુ અહીં લેખિકા કૃષ્ણના મનોદ્રશ્યમાં અનેકવિધ સ્નેહી પાત્રોનું અયન , કૃષ્ણના મનમાં તેમના વિશેના ભાવો દર્શાવવાનો પ્રયત્ન કરે છે , એ પાત્રોની છબી કૃષ્ણની દ્રષ્ટીએ તાદ્રશ્ય કરવાનો પ્રયત્ન કરે છે . અને એમ કરતી વખતે કૃષ્ણને તેમણે પ્રભુના સ્વરૂપે વિચારતા નથી દર્શાવ્યા , એમની લાગણીઓ અને ખેંચાણ , સ્મરણોની સાથે સંકળાવાની રીત અને એ દ્વારા સ્નેહીજનો પ્રત્યેનો તલસાટ તદ્દન માનવીય છે . મહાભારત સમગ્રતયા એક એવો વિશાળ વિષય છે જેમાંથી નવનીત રૂપે તારવીએ એટલા મનોભાવો વાંછી શકાય , અર્થો મેળવી અને અનુભવી શકાય અને તેમાંય પૂર્ણ પુરૂષોત્તમ એવા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણની , તેમના જૂજવાં રૂપો અને તેમની સાથે સંકળાયેલા અવનવા દૈવી પ્રસંગોની છણાવટ ખૂબ વૈવિધ્યપૂર્ણ અને મનોરમ્ય સંસાર રચી શકે . એટલે આ મહાગ્રંથના કોઈ પાત્ર વિશે પુસ્તક જોઈએ એટલે સૌપ્રથમ વિચાર એ જ આવે કે એવા પ્રસંગો જે સર્વવિદિત છે , એજ પ્રસંગોમાંથી નવનીતરૂપે લેખક કે લેખિકા એવું તે શું તારવવા સમર્થ છે જે અન્ય ગ્રંથોથી વિશિષ્ટ હોય , વાંચવા અને મનોમંથનના એક નવા તારને રણઝણાવવા સમર્થ હોય . 

“ કૃષ્ણાયન ” માટે આ વિશે સ્પષ્ટતા લેખિકા ખૂબજ સહજતાથી પ્રસ્તાવના અંતર્ગત કરે છે . તેઓ કહે છે , “ મહાભારતમાં કૃષ્ણ એક પોલિટિશિયન રાજકારણી તરીકે પ્રગટ થાય છે , ભાગવતમાં તેમનું દૈવી સ્વરૂપ છે , ગીતામાં એ ગુરૂ છે , જ્ઞાનનો ભંડાર છે તો ક્યારેક સાવ સરળ માનવીય લાગણીઓ સાથે આપણે તેમને કેમ ન જોઈ શકીએ ? દ્રૌપદી સાથેના એના સંબંધો આજથી કેટલાં હજારો વર્ષો પહેલાં સ્ત્રી પુરુષની મિત્રતાનો એક ઉત્તમ નમૂનો છે . રુક્મિણિ સાથેનું દાંપત્ય વિદ્વતા અને સમજદારી પર રચાયેલું સ્નેહ અને એકબીજા પરત્વેના સન્માનથી તરબોળ દાંપત્ય છે . રાધા સાથેનો પ્રણય એટલો તો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારા આ સમાજે રાધા કૃષ્ણની પૂજા કરી છે . અને આ બધાં સાથે સંકળાયેલ “ કૃષ્ણાયન ” નો કૃષ્ણ માનવીય સંવેદનાઓનો વાહક છે . ” 


નવલકથાની શરૂઆત ખૂબ સુંદર થઈ છે . લેખિકા કૃષ્ણની સ્વધામગમન માટેની ઝંખના અને છતાંય એ માનવસ્વરૂપ પ્રભુનું માનવસ્વરૂપ પ્રભુનું કેટલાક બંધનો પ્રત્યેનું વલણ ખૂબ સ્પષ્ટતાથી વર્ણવી જાય છે . શરૂઆત શ્રીકૃષ્ણના નિર્વાણસમયથી થોડી ક્ષણો પહેલાથી થાય છે . પ્રભાસ ક્ષેત્રમાં યાદવકુળનો વિનાશ થઈ રહ્યો છે , બલરામ પણ સ્વધામ સિધાવી રહ્યા છે . આ સમયે પીપળાની નીચે સૂતેલા કૃષ્ણના પગમાં જરા નામનાં પારધીનું બાણ વાગે છે . ગાંધારીનો શ્રાપ જાણે તેમણે પોતે જ મુક્તિ માટે રચેલો મહામાર્ગ છે . અંતિમ ઘડીઓમાં કૃષ્ણ પોતાનું જીવન ફરી એક વખત યાદોના સહારે જીવે છે , મુક્ત થવાની પળે પ્રીતના , સબંધોના અને લાગણીના બંધનો સ્મરણ બનીને આવે છે અને એ પૂર્ણપુરૂષોત્તમ મનુષ્યરૂપે અવતરેલા ઈશ્વરને પૂર્ણત્વ પામવાના રસ્તે કાંઈક અટકાવતું , રોકતું જણાય છે . જે આત્માને શસ્ત્રો છેદી શક્તા નથી અને અગ્નિ બાળી શક્તો નથી તેને સંબંધોના , ભાવનાના બંધનો બાંધી રાખે છે . મનુષ્યાવતારે જન્મેલા ઈશ્વરે દેહધર્મ પાળવો પડતો હોય છે . દેહની સાથે જોડાયેલી તમામ લાગણીઓ , પ્રેમ , મોહ માયા અને સંબંધોના બંધનો દેહને બાંધે છે , એમનું મન બંધાય છે અને મુક્તિનો માર્ગ સ્વયં પ્રભુ માટે પણ અવરોધાય છે . 


રૂક્મિણિ સાથે પ્રયાણ પહેલાનો શ્રીકૃષ્ણનો સંવાદ , દ્રૌપદીની કૃષ્ણની મુક્તિની ઝંખના વિશેની અનુભૂતિ અને પ્રભાસ તેમને મળવા દોડવું , વગેરે જાણીતા પ્રસંગો એક અનોખા ભાવથી , નવા દ્રષ્ટિબિંદુથી નીરખવાનો લેખિકાનો પ્રયત્ન ખૂબ મનનીય થયો છે . તો ગોકુળ છોડતી વખતે રાધા સાથે કૃષ્ણનો સંવાદ એ બંનેના ચૈતસિક તારનો પરિચય ખૂબ પ્રભાવી રીતે આપી જાય છે , આ જ રીતે ઉધ્ધવ સાથેનો કૃષ્ણનો સંવાદ પણ ભાવકના મનોદ્રશ્યમાં પ્રેમ અને સમર્પણનો સાગર છલકાવી જવામાં , પાંપણ ભીની કરવામાં સફળ રહે છે . દેવકી , યશોદા , વાસુદેવ , કંસ , યુધિષ્ઠીર , અર્જુન , કુંતી , કર્ણ , ભિષ્મ એ સર્વે માટે કૃષ્ણ પ્રભુ સ્વરૂપ છે . કૃષ્ણ એ બધાંય માટે માનવથી વિશેષ એવા ઈશ્વરીય સ્વરૂપ છે , પરંતુ ફક્ત એવા ત્રણ પાત્રો જેમને કૃષ્ણની માનવીય બાજુનો , માનવીય ભાવો અને લાગણીઓનો પરીચય થયો છે એ છે રાધા , દ્રૌપદી અને રુક્મિણી . લેખિકાનો કૃષ્ણ પ્રભુસ્વરૂપે એક માનવ છે , અને એટલે જ એ માનવના હૃદયથી જ વિચારે છે , સંબંધોના બંધનોમાં ખેંચાય છે અને પ્રીતના સાગર તેના હૈયે છલકે છે .


 “ કૃષ્ણાયન ” ના કૃષ્ણ બાળરૂપે ગોકુળમાં અવનવી લીલાઓ કરતા પ્રભુ નથી , કે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું તત્વજ્ઞાન સમજાવતા સર્વજ્ઞાની પરમેશ્વર નથી કે દ્વારિકાના મુત્સદ્દી અને પ્રભાવશાળી નાથ એવા રાજકારણી પણ નથી , અહીં કૃષ્ણનું એક નોખું રૂપ રજૂ થયું છે , જે કદાચ અત્યાર સુધી જોવાયું નથી , અનુભવાયું નથી , અને એ છે તેમનું અદ્દલ આપણી વચ્ચેના કોઈક મિત્ર સમું સ્વરૂપ . રાધા માટે એ નિશ્ચલ પરમ પવિત્ર પ્રેમનું સરોવર છે તો દ્રૌપદી માટે સખ્યભાવ ધરાવતા પરમ મિત્ર છે . રુક્મિણી સાથેનું તેમનું પ્રસન્ન દાંપત્ય પ્રેમ સમજણ અને પરસ્પર આદરની ભાવના તાદ્દશ્ય કરતો અનોખો સંબંધ છે . આ ત્રણ વ્યક્તિઓ સાથે કૃષ્ણ જેટલાં ખૂલ્યા છે , જેટલા અભિવ્યક્ત થયા છે એટલા કદાચ જ બીજા કોઈ પાત્ર સાથે થયાં હશે એ વાતનો અનુભવ આ આખીય કૃતિમાં વારેઘડીએ થયા કરે . કૃષ્ણ આ ત્રણેયના મનમાં રહેલા પ્રશ્નોનું , વિચાર વંટોળનું અંતવેળાએ સમાધાન કરે છે . મનમાં શંકાઓ હોય તો મુક્તિનો માર્ગ જડતો નથી , બંધન જકડી રાખે છે . મૃત્યુની , પરમ નિર્વાણની ઘડીએ શંકાઓના અવરોધો ન હોવા જોઈએ એવું સૂચન અહીંથી મળે છે . એ જ કારણે કૃષ્ણ તેમના મનની શંકાઓનું સમાધાન કરે છે , અને આમ તેમની અને આડકતરી રીતે તેમની સાથેના સંબંધોમાંથી પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે . નિસ્પૃહપણે જ્યારે મુક્તિની ઝંખના કરે છે ત્યારે એ ફક્ત પોતાના માટે મુક્તિની વાત કરતાં નથી , એ તો કૃષ્ણ માટે મુક્તિનો માર્ગ જાણે પ્રશસ્ત કરે છે . કૃષ્ણ સાથેનો દ્રૌપદીનો એ સુંદર સંવાદ કદાચ ત્યાગની એક નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરે છે , તે શ્રી કૃષ્ણને કહે છે , “ તમે આપેલું બધું તમને સમર્પિને જઈ રહી છું ત્યારે જીવન પણ તમને જ સોંપું છું . તમે મને મારા સુખ , દુઃખ , ગર્વ , અહંકાર , ક્રોધ , દ્વેષ એ બધાંય સાથે સ્વીકારી છે , તો એ બધું જે તમે આપ્યું છે , સુખ કે દુઃખ એ બધુંય સમાનભાવે તમને સોંપું છું . ” દ્રૌપદીનું આ સમર્પણ નિશંક : પરમ નિર્વાણ કે મોક્ષ તરફનો તેનો પ્રાદુર્ભાવ છે . 


તે કૃષ્ણને કહે છે , “ મને લાગતું હતું કે સુખ કે દુઃખ એ બધું તમને ધરી દઊં તો મારું શું ? સુખ સ્વકલ્યાણ અર્થે મેળવવું અને દુઃખ ત્યજવું રહ્યું , પણ ત્યજવાથી કશુંય આપણાથી દૂર જતું નથી . દરેક મનુષ્યનું અને પરિસ્થિતિનું સ્થાન જીવનમાં નિશ્ચિત હોય છે . અને એટલે જ આપણા ત્યજવાથી નિયતિમાં કોઈ ફેર નથી પડતો . ” તો અંતે કૃષ્ણએ તેને પ્રેમ કર્યો છે કે નહીં એ સવાલનો જવાબ આપતા કૃષ્ણ જાણે પ્રેમની એક અનોખી ગીતા કહી જાય છે . એ કહે છે , “ મેં તમને ખૂબ પ્રેમ કર્યો છે , પરંતુ મારા માટે પ્રેમનો અર્થ પત્નિત્વ કે પતિત્વ નથી . લગ્ન એ પ્રેમનું પરિણામ નથી . પ્રેમ એ કદીયે એક દિશામાં વહેતી બે કિનારા વચ્ચે બંધાયેલી પાણીની ધારા નથી . પ્રેમ એ હવાની જેમ આપણા શ્વાસમાં અવરજવર કરતું , અસ્તિત્વ માટેનું અનિવાર્ય તત્વ છે . સ્પર્શવું કે સાથે જીવવું પ્રેમનો પર્યાય નથી , દેહને પ્રેમથી જોડનારા અપૂર્ણ છે . ” ખરા અર્થમાં કૃષ્ણને દ્રૌપદી આ અંત સમયે જ પૂર્ણપણે સમજે છે , કહો કે “ પામે છે . ” દ્રૌપદી કદાચ આ જ સમયે તેના સમર્પણના મંત્ર , " ત્વઢિયમસ્તિ રવિન્દ્ર તુમ્યમેવ સમર્પત ” નો સાચો આવિર્ભાવ કરે છે .


 મહાભારતના યુધ્ધ પહેલા પાંડવો તથા દ્રૌપદી સાથે ખુલ્લા મને સંવાદનો કૃષ્ણનો પ્રયત્ન ખૂબ અલભ્ય પ્રસંગ છે . બધાને હું નહીં , ‘ સ્વ ’ બનીને પોતપોતાનું મન ખુલ્લું કરવા કહેતા કૃષ્ણ ક્યાંક બધાને એક તાંતણે સાધવાનો પ્રયત્ન કરે છે , અથવા તો એ તાંતણો મજબૂત કરતા જણાય છે . અહીં ભીમ તથા દ્રૌપદીની સ્પષ્ટતાઓ કદાચ લેખિકાના મનોદ્રશ્યની જ કલ્પનાઓ હશે , પરંતુ મૂળ કથાવસ્તુ સાથે એ એટલાં તો ભળી જાય છે કે એમને અલગ કરીને જોવા અશક્ય થઈ રહે . પોતપોતાના પરમસત્યના સહજ નિખાલસ સ્વીકારની આ પળોનું સુંદર વર્ણન વાચકને પ્રવાહમાં તાણી જાય છે . હિરણ્યના પ્રવાહમાં કૃષ્ણ દ્રૌપદીને , તેના ભાવોને વહેતા જુએ છે , કપિલાનો વેગવંતો પ્રવાહ તેમને રુક્મિણિના એ પ્રશ્ન જેવો લાગે છે જેમાં એ પૂછે છે , “ શું સહધર્મચારીણી તરીકે હું ઊણી ઉતરી છું ? ” ધર્મ અર્થ અને કામના માર્ગ પર સાથે ચાલનારા કૃષ્ણ તેને મોક્ષના માર્ગે એકલી મૂકી સિધાવે એ વાતનો રંજ તેને થયો છે . સરસ્વતિના પાંખા નિશ્ચલ પ્રવાહમાં તેમને રાધાનો ચહેરો દેખાય છે . કૃષ્ણપ્રતિક્ષામાં સદાય રત એ બે આખો જાણે કહે છે , “ કા’ના , મને એકલી મૂકીને ક્યાં જઈશ ? મારા વિના તારું વર્તુળ પૂરું નહીં થાય . હું તારું સંગીત છું , તારી છાયા છું . ” કૃષ્ણના જીવનની અતિ મહત્વની એવી આ ત્રણેય સ્ત્રીઓ નિર્વાણ સમયે બધુંય તેમને સમર્પિને સ્વયં જાણે કૃષ્ણની જ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી દે છે . સાગરની વિશાળતાનો પ્રાદુર્ભાવ જેમ સંગમસ્થળેથી જ થાય છે , તેમ આ ત્રણેય સ્ત્રીઓ બધુંય કૃષ્ણને સમર્પિને પોતાના અસ્તિત્વને તેમનામાં એકરૂપ કરવા જઈ રહી છે . નવલકથામાં મનોહર રીતે આલેખાયેલા કૃષ્ણ સાથે રુક્મિણિના બે સંવાદો અને સત્યભામા સાથેનો એક સંવાદ વિશેષતઃ ઉલ્લેખનીય છે . એક પ્રસંગ કૃષ્ણ તેમની મુક્તિપ્રયાણ પહેલાની વિદાય માંગે છે એ સમયનો છે . રુક્મિણિને કૃષ્ણ સમગ્રતયા પોતાના જોઈએ છે , એ જ કેમ , કૃષ્ણની સાથે સંકળાયેલા બધાંયને કૃષ્ણ આખેઆખાં જોઈએ છે , પરંતુ એ કોઈના નવલકથામાં મનોહર રીત આલેખાયેલા કૃષ્ણ સાથે રુક્મિણિના બે સંવાદો અને સત્યભામા સાથેનો એક સંવાદ વિશેષતઃ ઉલ્લેખનીય છે . એક પ્રસંગ કૃષ્ણ તેમની મુક્તિપ્રયાણ પહેલાની વિદાય માંગે છે એ સમયનો છે . રુક્મિણિને કૃષ્ણ સમગ્રતયા પોતાના જોઈએ છે , એ જ કેમ , કૃષ્ણની સાથે સંકળાયેલા બધાંયને કૃષ્ણ આખેઆખાં જોઈએ છે , પરંતુ એ કોઈના બંધનોમાં એમ સહજ બંધાતા નથી . 


જ્યારે જ્યાં કોઈને એમની જરૂરત હોય , તે પહોંચી જાય છે , અને આમ રુક્મિણિના મનમાં તેમના માટે ઝંખના સતત રહ્યા કરે . રુક્મિણિને એવો પતિ જોઈએ છે જે પ્રેમ કરે , વઢે લડે , ભૂલો કાઢે , રિસાય અને મનાવેય ખરો . એને પ્રભુ નથી ખપતા , એને પોતાના માનવરૂપ પતિ જોઈએ છે , પરંતુ રુક્મિણિ ખૂબ સહજભાવે એ પ્રશ્નોના જવાબો પોતાની પાસેથી જ શોધે છે . તે કૃષ્ણના મૌનને સહી શક્તી નથી , એટલે જ્યારે કૃષ્ણ તેમને મનુષ્યદેહધર્મની પૂર્ણતાની અને પ્રયાણની ઘડી આવી ગઈ છે એમ કહે છે ત્યારે એ અંતિમ સમયે પોતે જેને વરી હતી એવા પતિને એ કૃષ્ણમાં શોધી રહે છે અને તેને મળે છે માનવસ્વરૂપ પ્રભુ . આ આખોય પ્રસંગ ભાવપ્રધાન છે . પોતાની કાયમ ઈર્ષ્યા કરતી સત્યભામાને પણ તે પ્રયાણ પહેલા એક બાળકને જેમ માતા મનાવે એમ સાંત્વન આપતા કહે છે , “ તારાથી નિકટ , તારાથી પ્રિય કોણ હતું પ્રભુને ? તું તો એમનો પ્રાણ .... એમની પ્રિયા ... ” આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડતી સત્યભામાની આંખોમાંથી વહેતા આંસુમાં , પોતાની કાયમ ઈગ્ય ફરતી સત્ય પણ તે પ્રયાણ પહેલા એક બાળકને જેમાં માતા મનાવે એમ સાંત્વન આપતા કહે છે , “ તારાથી નિકટ , તારાથી પ્રિય કોણ હતું પ્રભુને ? તું તો એમનો પ્રાણ .... એમની પ્રિયા ... ” આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડતી સત્યભામાની આંખોમાંથી વહેતા આંસુમાં , તેના સહજ ઈર્ષ્યા સ્વીકારના ભાવમાં રુક્મિણિને પોતાનું કૃષ્ણના જીવનમાં સ્થાન સ્પષ્ટપણે દેખાય છે , સમજાય છે . 


સત્યભામાને કૃષ્ણના સત્યનું દર્શન રુક્મિણિ કરાવે છે . ત્રિવેણીસંગમ પાસે પારધીના બાણે ઘાયલ થયેલા શ્રીકૃષ્ણ પાસે તે પહોંચે છે ત્યારે તેના મનમાં એ પ્રશ્ન છે કે કૃષ્ણ તેને ક્યારેય આખાં ન મળ્યા , એકાંતે જીવવા ન મળ્યું . કૃષ્ણ તેને સમજાવે છે કે , “ કૃષ્ણ બનીને જીવવું એટલે સ્વને ભૂલી જવું . ” કૃષ્ણના જીવનનો શ્રેષ્ઠ અંશ એટલે રુક્મિણિ , ગીતામાં પણ તેમણે કહ્યું છે , સ્ત્રીઓમાં હું રુક્મિણિ છું . કૃષ્ણ તેને ગળે એ વાત ઉતારે છે કે જે સહજીવન તેઓ જીવ્યા , અદ્વૈતનો જે અદભુત અનુભવ તેઓ પામ્યા , એ ન મેળવી શકાયાના વસવસાથી ક્યાંય અધિક આનંદતર છે . વાદળ વગરના આકાશ જેવું જેનું મન સર્વ શંકાઓથી મુક્ત થયું છે તેવી રુક્મિણિ પણ આ સમયે કૃષ્ણ ને કહે છે , ” ત્વઢિયમસ્તિ ગોવિન્દ્ર તુમ્યમેવ સમર્ખતે “ . “ પહેલા વરસાદમાં પલળેલો મનનો એક ખૂણો જીંદગીભર ભીનો જ રહે છે . ગમે તેટલો તાપ , ગમે તેટલો તડકો પણ તેને સૂકવી શક્તો નથી એમાં કોઈ શું કરી શકે ? ” એવી રાધાની પવા છાપાનો સડજ વીદ્રા ગામના પોતાના જ મનનો પુત્રવધુ શ્યામાનો સહજ સ્વીકાર રાધાના પોતાના જ મનનો શબ્દ નથી શું ? “ પુરૂએ માટે પ્રેમ લીધા કરવાનું નામ છે જ્યારે સ્ત્રી નદીની જેમ વહીને મીઠું પાણી સમુદ્રને રેડી દઈને પ્રેમ કરે છે . મહેંદીનો રંગ જતો રહે છે , હાથની રેખા નહીં , પ્રેમ હાથની મુઠ્ઠીમાંની હવા જેવો છે . , મુઠ્ઠી ખાલી છે પણ અને નથી પણ . ” આ રાધાની સમજણ તેને કૃષ્ણના જીવનની સૌથી મહત્વની , પ્રિય , સ્નેહના નિતાંત સૌંદર્યવતી વ્યક્તિ બનાવી દે છે . અને કદાચ એટલે જ કૃષ્ણ ગોકુળ છોડતી વખતે મુક્તિનો સર્વપ્રથમ બોધ તેમને જ આપે છે . તેઓ રાધાને કહે છે , “ અવરજવર તો આપણા મનની છે , બાકી એ હોય છે એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે સમય અને આપણું અસ્તિત્વ ” તો આ જ વાત દ્રૌપદીને સમજાવે ત્યારે તેઓ કહે છે , “ પ્રેમ વસ્તુ નથી , તત્વ છે , માંગવું નહીં સમર્પવું છે . ” અંતિમ પળે મોહને ત્યજવાનો બોધ અર્જુનને આપનાર કૃષ્ણ સ્વયં આ ત્રણ પરિમાણો , દ્રૌપદી , રુક્મિણિ અને રાધામાં અટકેલા છે . કારણકે સ્નેહના તાંતણે તેમની સાથે બંધાયેલા પ્રભુને એ ત્રણ વ્યક્તિઓ જ્યાં સુધી મુક્ત ન કરે ત્યાં સુધી સ્વયં પ્રભુને માટે પણ મુક્તિ શક્ય નથી . કૃષ્ણ તેમના શંશય દૂર કરી પોતાના કર્મ પ્રત્યે પ્રેમ અને સમર્પણ પ્રત્યે દોરે છે અને સ્વયં પ્રભુને માટે પણ મુક્તિ શક્ય નથી . કૃષ્ણ તેમના સંશય દૂર કરી પોતાના કર્મ પ્રત્યે , પ્રેમ અને સમર્પણ પ્રત્યે દોરે છે અને પોતાની મુક્તિ તેમની પાસેથી જ માંગે છે . અંતિમ વિદાય વખતે જાણે ગોવિંદ પોતે પોતાનું બધુંય તેમને આપી , તેમનું અર્પેલું સ્વિકારી પોતાની મુક્તિનો માર્ગ કંડારે છે . ખૂબ ભાવસભર અને ભાવકને ઓળઘોળ કરી મૂકે તેવા સંવાદો , આજના સમયમાં પણ પ્રસ્તુત અને પ્રાયોગિક થઈ પડે તેવી સંબંધોની સહજ , તદ્દન સહજ સમજણ અને પ્રેમ વિશે , સમર્પણ વિશે અને મુક્તિ વિશેની પરિભાષાનો નવો અને અનોખો આયામ આપતી શ્રી કાજલબહેનની કલમ ખરેખર એક નોખી ઉંચાઈને સ્પર્શે છે . તેમની આ નવલકથા લખવાની યાત્રા વિશે તેમણે ક્યાંક લખ્યું છે ,


 “ કોઈપણ માણસ જે આટલું અદભુત જીવ્યો હોય , આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય , એ માણસ જ્યારે દેહકર્મ પૂર્ણ કર્યા પછી પરમનું પ્રયાણ કરે ત્યારે એની લાગણી કેવી હોય ? આ વિચાર મને રહી રહીને આવતો.” 

ફિલ્મ રિવ્યૂ


ફિલ્મ રિવ્યુ-ચોક એન્ડ ડસ્ટર

કલાકારો- શબાના આઝમી, જુહી ચાવલા, ઝરીના વાહબ, દિવ્યા દત્તા ,ઉપાસના સિંહ, રિચા ચઢ્ઢા ,આર્યન બબ્બાર, ગિરીશ કર્નાડ, જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર ( મહેમાન કલાકાર)

નિર્માતા-અમીન સુરાની

નિર્દેશક-જયંત ગિલાટર

સંગીત- સંદેશ શાંડિલ્ય, સોનુ નિગમ

      "ગુરૂ ગોવિંદ દોને ખડે કિસકો લાગુ પાય,

       બલિહારી ગુરૂ આપકી,ગોવિંદ દિયો બતાય…"

         કબીરે સદીઓ પહેલા કહ્યું હતું કે ગુરૂ અને ગોવિંદની તુલનામાં પણ ગુરૂને પ્રથમ સ્થાન આપવામાં આવતું. એક એકલવ્ય હતો જેણે ગુરૂ દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપી ગુરૂના ચરણે ધરી દીધો હતો. કારણકે એ સમય હતો જ્યારે વિદ્યા, ગુરુ અને શાળા સન્માનીય હતા. વર્તમાન સમયમાં વિદ્યા અને શાળા બંને એકદમ પ્રોફેશનલ બની ગયા છે. મૂળ આ હાર્દને પકડીને રજૂ થયેલી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’ વર્તમાન સમયની સિસ્ટમનું આબેહૂબ નિરૂપણ કરે છે.

          મનને સ્પર્શે એવા પર્ફોર્મન્સને દિપાવે તેવી અભિનેત્રીઓએ આ ફિલ્મને સફળ બનાવી છે. ક્યારેક એવું બને કે કલ્પનાથી પર કેટલીક હકિકત સામે આવે. ચૉક એન્ડ ડસ્ટર ફિલ્મમાં પણ કંઇક એવી જ અનુભૂતિ થઇ. રજુ થયેલી ફિલ્મને મનોરંજનની કેટેગરીમાં તો નહીં જ મુકી શકાય પણ એક સંદેશ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે એ તો બિરદાવવો જ રહ્યો.

            કાંતાબેન હાઇસ્કૂલને એવી નંબર વન બનાવવી કે જ્યાં સેલીબ્રીટી ના સંતાનો ભણવા આવે એવી ખ્વાહીશ ધરાવતા ટ્રસ્ટી અમોલ પારિક ( આર્યન બબ્બર) સ્કૂલનું સંચાલન અનુભવી પ્રિન્સિપલ ભારતી શર્મા( ઝરીના વાહબ)ને સોંપવાના બદલે એનું સુકાન જુવાન અને જોશીલી કામિની ગુપ્તા( દિવ્યા દત્તા)ને સોંપે છે. કામિની સ્કૂલના અનુભવી અને સિનીયર શિક્ષકોને હેરાન કરવાનું શરૂ કરે છે. સ્કૂલના મેથ્સ ટીચર વિદ્યા સાવંત ( શબાના આઝમી) અને જ્યોતિ ( જૂહી ચાવલા) આનો વિરોધ કરે છે. કામિની તેની સામે વિદ્યાને બિનઅનુભવી શિક્ષક ઠરાવીને નોકરીમાંથી બરખાસ્ત કરે છે. આ આઘાત સહન ન કરી શકવાથી વિદ્યાને સ્કૂલમાં જ હાર્ટએટેક આવે છે અને તેને હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવે છે. જ્યોતિ આ અન્યાય સહી લેવાના બદલે એક ટી.વી ચેનલ રિપોર્ટરનો સાથ લઈને તેનો વિરોધ ઉઠાવે છે.

            વિદેશી લોકેશન કે ઝાકઝમાળવાળા સેટના બદલે મધ્યમવર્ગી પરિવાર, સ્કૂલના સામાન્ય સેટ વચ્ચે પાંગરતી આ કથામાં શિક્ષણશાસ્ત્રી, શિક્ષણ પ્રથા અને શિક્ષક વચ્ચેના મતભેદને નિર્દેશકે ખુબ સરસ રીતે રજૂ કર્યા છે. વાસ્તવિકતા તો આજે એ પણ છે કે હવે શિક્ષણશાસ્ત્રીઓની સાથે સાથે શિક્ષકો પણ એટલા જ પ્રોફેશનલ બનતા ગયા છે. જો કે અહીં નિર્દેશકે શિક્ષકને  સરળ નિષ્ઠાવાન અને વિદ્યાર્થીઓનું ભલુ ઇચ્છનારા બતાવ્યા છે ત્યારે મનને જરૂર એવું થાય કે કાશ વર્તમાન સમયે આવા શિક્ષકો હોત તો   ??!

             ખેર, વિચારો અને વાસ્તવિકતામાં જે ફરક છે તેને સ્પર્શ્યા વગર ફિલ્મ જોઇએ તો હકિકત એ છે કે સમગ્ર ફિલ્મ અભિનેત્રીઓના અભિનયથી ઉજાગર છે.

              શબાના આઝમીના ચહેરા પર ઉંમરની થોથર સ્પષ્ટ દેખાઇ આવે છે. પરંતુ સાથે અભિનયમાં પાકટતા- પિઢતા વર્તાય છે. મધ્યમવર્ગી મહિલા અને સંનિષ્ઠ શિક્ષાગુરૂના પાત્રને શબાનાએ સોહાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સલૂકાઇથી વર્તતી વિદ્યા પર વિદ્યાર્થીઓને ભણાવવાની નાફરમાની નો હુકમ બહાર પડે છે ત્યારે એ કઠુરાઘાતથી વલવલી ઉઠતી વિદ્યાના ચહેરા પર  દુઃખ-દર્દ પ્રેક્ષક સુધી પહોંચે છે.રિચા ચઢ્ઢા અને ઉપાસના સિંહે પણ તેમના પાત્રને સુંદર ન્યાય આપ્યો છે.

           દિવ્યા દત્તાએ આજ સુધીમાં અનેક ફિલ્મોમાં નાના મોટા પાત્ર ભજવ્યા છે. અને લગભગ દરેક પાત્રને એના અભિનય થકી સાર્થક કર્યા છે. 

           સોને પે સુહાગા જેવી જૂહીએ તો આ ફિલ્મમાં કમાલ કરી છે. સુમિત્રાદેવી ઇમેજથી તદ્દન વિરૂધ્ધ સત્તાધિકારીઓને પડકારતી જ્યોતિના પાત્રને જુહીએ જીવંત કર્યુ છે. અભિનયથી સાથે ચોટદાર સંવાદોથી જુહી સમગ્ર ફિલ્મમાં ઝળકી ઉઠી છે. “ આજ દ્રોણાચાર્ય બિમાર હૈ , કહાં હૈ ઉસકા અર્જુન?” કહીને આદર્શવાદી યુવાનોના મનને ઝંકોરતી જુહી, સ્કૂલમાં બાળકોની સાથે બાળક જેવી બની જતી બાળ જુહી , રિપોર્ટર નો સાથ લઈને અન્યાય સામે ઝુંબેશ ઉઠાવતી જુહી, કામિનીએ આપેલા આઘાત સામે ઉગ્ર પ્રત્યાઘાત આપતી જુહી, કેટ કેટલા સ્વરૂપે રજૂ થયેલી જુહીએ દરેક સ્વરૂપને આત્મસાત કર્યા હોય એટલી સહજતાથી નિભાવ્યા છે.

         સપોર્ટીંગ સ્ટાર્સ જેવા કે ગિરીશ કર્નાડ, આર્યન બબ્બર, સમીર સોની ,જેકી શ્રોફે પણ પાત્રાનુચિત પરફોર્મન્સ આપ્યો છે.

             સીધા જ મનને સ્પર્શે એવા સાદગીભર્યા સબળ પાત્રો ને લઈને જયંત ગિલાટરે ફિલ્મની કથાને બરાબર પકડી રાખી છે. ફિલ્મને અનુરૂપ ‘ હમ શિક્ષા કે , ગુરૂ બ્રહ્મા જેવા ગીતોનું ચિત્રાંકન પણ સુંદર રીતે થયું છે.

              સહ પરિવાર જોઇ માણી શકાય એવી ફિલ્મ આજની ફિલ્મો કરતાં સાવ અલગ બની છે.